રાજકોટઃ રાજકોટની શાળાઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. રાજકોટમાં પણ સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજકોટ શહેરમાં પણ વધુ ચાર વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેથી અમરનગરની શાળા બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે પ્રશાસન દોડતું થયું છે.તો વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાં અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના સંક્રમિત થયા છે તથા કોરોના કેસ વધતાં શાળા બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં પણ 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તથા તાન્ઝાનિયાથી આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. લગ્નમાં ગયેલ વૃદ્ધ અને 3 વર્ષની બાળકી કોરોના સંક્રમિત થયા છે. રાજકોટની SNKના 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ શહેરની SNK સ્કૂલ દ્વારા ઉતરાખંડમાં એજ્યુકેશન મીટમાં લઇ જવાયા હતા. મહાત્મા ગાંધી સ્કૂલમાં ભણતા અને દહેરાદુનની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા તથા વોર્ડ નં.11માં નાનામવા રોડ પર રહેતો 15 વર્ષનો વિદ્યાર્થી અને 15 વર્ષની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે