રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં 21  જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


જો કે  હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શુક્રવારે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટોત્સવ રદ કરવાનો નિર્ણય લઇ શકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી પણ કોરોનાના કેસો વધતાં પાટોત્સવ રદ થવાની શક્યતા છે.


ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કાલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી બપોરે પાટોત્સવના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના પણ છે. શુક્રવારે બપોરે બેઠક બાદ પાટોત્સવ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.


પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પોતે આખા રાજ્યનો પ્રવાસ કર્યો હતો. છેલ્લા બે મહિનાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા પાટોત્સવની તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.


ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાની સાથે અન્ય 20 દેવી-દેવતાઓ બિરાજમાન છે. કાગવડ ખાતેના આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે માં અંબા, માં બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.


 


આ પણ વાંચો..... 


તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ


IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ


ભારતના આ મહાન ક્રિકેટરના ઘરમાં 4 લોકોને કોરોના, પુત્રી પણ કોરોનાનો ભોગ બની, તમામને ઘરે જ આઈસોલેટ કરાયા


Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન