રાજકોટઃ પાક વીમાને લઈને આજે કિસાન સંઘ દ્વારા રાજકોટમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન 36 ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને ઇચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. પાક વીમો ન મળતા ખેડૂતો દ્વારા આ માંગણી કરવામાં આવી છે.



આજે સવારથી નીકળેલી ખેડૂત રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. રેલીને પગલે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહુમાળી ચોકમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો. ત્રણ પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત રખાયા છે.



હાલ, પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે. જોકે, કિસાન સંઘ દ્વારા માંગ ન સંતોષાયત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ રેલીમાં જોડાયેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવતાં અન્ય ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.