રાજકોટ: રૂપાણી સરકારના મંત્રી કુંવરજી બાવળીયાના માતૃશ્રી મણીબેન મોહનભાઈ બાવળિયાનું 105 વર્ષની ઉંમરે આજ રોજ સવારના સાડા આઠ કલાકે વિંછીયાના જનડા ખાતે તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિના કારણે અંતિમ સંસ્કારની વિધિ પરિવારના સભ્ય પૂરતી રાખેલી છે. લૌકીક બેસણું કે ટેલીફોનિક બેસણું બંધ રાખેલ છે જે બાબતે બધાજ આગેવાનો ખાસ નોંધ લેવી.
આ અંગે કુંવરજી બાવળીયાએ ટ્વીટ કરીને લખ્યું, અમારા માતૃ શ્રી મણીબેન મોહનભાઈ બાવળીયા આજ તા. ૨.૫.૨૦૨૧ ના રોજ ૧૦૫ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. જેમની અંતિમ ક્રિયા આજ રોજ ૧૦:૩૦ કલાકે પૈતૃક ગામ જનડા ખાતે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.
રાજ્યમાં 18 થી 44 વર્ષના કેટલા લોકોએ લીધી રસી
રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
મોદીએ દેશભરમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ?
ભારતમાં રસી બનાવતી આ કંપનીના સીઈઓએ દેશ છોડી દીધો ? કર્યો ચોંકાવનારો ધડાકો
Morvahadaf By Poll Result: મોરવા હડફમાં કોણ બાજી મારશે ?