મોરબીઃ હળવદ શહેરમાં સગીરાની છેડતીનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. શહેરી વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં એક સખ્સે ધુસી સગીરાની છેડતી કરી હતી. સગીરાનું બાવડું પકડી છેડતી કરી હોવાની હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાની ફૂલગલીમાં રહેતા સાહિલ સલીમભાઈએ ઘરમાં ધુસી સગીરાની છેડતી કરી હતી. હળવદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, 11 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે સાહિત ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાનો હાથ પકડી લીધો હતો. આથી હેબતાઇ ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ફટકાર્યો હતો અને પછી પોલીસના હવાલે કરી દીધો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.