મોરબીઃ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાને તેના ફોટો વાયરલ કરવાની ધાકધમકી આરોપી આવાર-નવાર બાઇક પર લઈ જતો હતો અને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. આ અંગે સગીરાની માતાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આરોપી રાહુલ નારણભાઈ ચૌહાણ 15 વર્ષીય સગીરાને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેને અવાર-નવાર બાઇક પર લઈ જતો હતો અને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. ગત 23મી ડિસેમ્બરે રાતે 12 વાગ્યે પણ રાહુલ સગીરાને બાઇક પર બેસાડીને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
આ અંગે સગીરાની માતાને જાણ થઈ જતાં તેમણે રાહુલ ચૌહાણ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેમજ રાહુલના મિત્ર જયદીપ સગર અને રવિ સગરે મદદગારી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેસનમાં નોંધાતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીઃ મોડી રાતે સગીરાને રૂમ પર લઈ જઈ યુવકે માણ્યું શરીરસુખ ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Dec 2020 01:55 PM (IST)
ગત 23મી ડિસેમ્બરે રાતે 12 વાગ્યે પણ રાહુલ સગીરાને બાઇક પર બેસાડીને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -