રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પિરીયલમાં પાંચમા માળે એક રૂમમાં યુવતીના અશ્લિલ ડાંસનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. યુવતીના અશ્વિલ ડાંસનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી અને ડીસીપીએ તપાસના આદેશ કરતા ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી. અને તે રૂમ કોના નામે બુક હતો, અશ્લિલ ડાંસ કરતી યુવતી કોણ હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વીડિયો હોટેલની સામેની સાઈડથી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો છે. શુક્રવારે રાતે હોટલના પાંચમા માળે આ અશ્લિલ ડાંસ પાર્ટી ચાલતી હતી.


સમગ્ર ઘટનાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઈમ્પીરીયલ હોટેલમાં તપાસ કરીને હોટેલના સીસીટીવી ફુટેજ તેજમ રજીસ્ટરના આધારે તપાસ શરૂ કરી છે. ત્યાર બાદ આ વીડિયો ક્યાંનો છે. તેમજ વીડિયો ઉતારાર, તારીખ નક્કી થઈ ગયા બાદ વધુ કાર્રવાઈ કરાશે.


પત્રકારો સાથે વાત કરતા હોટેલના મેનેજરે પણ તમામ હદો વટાવતા રાહુલ રાવે જણાવ્યું કે હોટેલને હોટલ રીતે જોવી જઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જોવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અંહી પૂજા કરવા આવે. તેમણે જણાવ્યું કે આમા કશું અશ્લિલ નથી. આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ અને પોલીસની તપાસમાં બધી જ સત્ય હકિકત બહાર આવશે.


આ પણ વાંચોઃ


ભાવનગર: ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા


ભાવનગર:  ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં  નગરપાલિકાના ચીફ ઓફિસર 16 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ACB ની સફળ ટ્રેપમાં  નગરપાલિકાનો ચીફ ઓફિસર વી. ડી.પૂજારા અને લાંચનો સ્વીકાર કરનાર એન્જિનિયર પ્રતીક રંગે હાથ ઝડપાયા હતા.  નવી બનાવવામાં આવેલ સ્મશાનની દીવાલના કામનો ચેક પાસ કરાવવા 16 હજાર ની લાંચ માંગવામાં આવી હતી.  ગારીયાધારમાં નગરપાલિકાના એન્જિનિયરને લાંચ લેવા મોકલ્યો હતો.  ACB એ છટકું ગોઠવી લાંચનો સ્વીકાર કરનાર અને મોકલનાર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝડપી લીધા હતા. 


ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. એક અઠવાડીયા પહેલા  મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.