રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. નરેન્દ્ર મોદી જામકંડોરણાની સભા પતાવીને રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આશરે 35 મિનિટ જેટલો સમય સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. આ સમય  દરમિયાન સ્થાનિક ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજ ના પરિવાર સાથે કરી મુલાકાત.


કશ્યપ શુક્લાએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અંગે આપી માહિતી. બે વર્ષ પહેલા તેમના પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે મુલાકાત ન થઈ શકી હોવાથી આજે મળવા બોલાવ્યા. પ્રધાનમંત્રીએ કશ્યપ શુક્લાની પુત્રી સાથે પણ કરી મુલાકાત. તેમના પરિવારજનો અંગે પણ પ્રધાનમંત્રીએ પૂછપરછ કરી હોવાનું પણ કશ્યપ શુક્લાએ જણાવ્યું. આટલા ઊંચા હોદા પર રહીને પણ પરિવાર કોને કહેવાય અને તેની શું લાગણી હોય તે પ્રધાનમંત્રી પાસેથી શીખવા જેવું. આ પારિવારિક મુલાકાત હોવાથી રાજકીય ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું. નીતિન ભારદ્વાજે પણ આ પારિવારિક મુલાકાત હોવાનું જણાવ્યું.


PM Modi Gujarat Visit Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યુ. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.


મોદીના સંબોધનના મુખ્ય અંશ



  • જામકંડોરણામાં આવું દ્રશ્ય પ્રથમ વખત સર્જાયું. જામકંડોરણાની ધરતી પર આવતાં જ વિઠ્ઠલભાઈ રાદડીયાની યાદ આવે. અહેવાલો પ્રમાણે હું એવો પહેલો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો.

  • મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.

  • ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર. દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ ઉચ્ચ સ્તરે છે. અગાઉના વર્ષોમાં સૌરાષ્ટ્રમાં અનેક સમસ્યા હતી.

  • અત્યારનું ગુજરાત વડીલો માટે સ્વપ્ન સમાન છે, આજનો વિકાસ જોઈને વડીલોની આંખમાં ચમક જોવા મળે છે. ભાજપની સરકારમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે.

  • ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં... માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.

  • જનતાની ભાવના, આકાંક્ષા અને અપેક્ષાને ભાજપ સરકારે હંમેશા આદેશ માન્યા છે. આ આદેશ માટે જાત ખપાવી દેવાની કોશિષ કરી છે.

  • અભાવનો પ્રભાવ ન આવે, અંધકારથી વિવશ ન થવું પડે, અવિશ્વાસની આંધી આવી ન જાય તે માટે આજે સરકારે પરિસ્થિતિ અને આયોજનો બદલ્યા છે.

  • જો મહેનત અને આયોજનથી કામ કરીએ તો પરિસ્થિતિ બદલી શકાય છે, જે અમે કરી બતાવ્યું છે.

  • વિકાસ અને ગુજરાતનો અતૂટ નાતો છે ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.

  • ગુજરાતની સમુદ્ર પટ્ટી અતિક્રમણથી બરબાદ થઇ રહી હતી. બેટ દ્વારકાની તો જાણે ઓળખ બદલાઇ ગઇ હતી. ભૂપેન્દ્રભાઇએ મક્કમતાથી રાતોરાત બેટ દ્વારકાને અતિક્રમણથી મુક્ત કરાવી દીધું. તેમને સ્વભાવ મુજબ બધું જ કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધું.

  • "કોરોના પછી આખા ગુજરાતે આ વખતે દાંડિયાની રમઝટ બોલાઈ છે. અનેક દેશોના રાજદુત ગુજરાતમાં ગરબા જોવા આવ્યા અને ગરબા રમતાં થઈ ગયા."

  • "યુવાનો આવનારા 25 વર્ષ સુધી ફળ ખાઇને ઉભા રહેવાનું નથી, આ ગુજરાતને દુનિયામાં ઉંચાઇ પર લઇ જવાનું છે. આ સપનું લઇને ચાલવું છે. ભારતના આઝાદીના 75 વર્ષ થયા... દેશ માટે 25 વર્ષનો અમૃતકાળ છે પણ યુવાનો માટે સ્વર્ણિમકાળ છે."