PM Modi Gujarat Visit Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યુ. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.


મોદીના સંબોધનના મુખ્ય અંશ



  • જામકંડોરણામાં આવું દ્રશ્ય પ્રથમ વખત સર્જાયું. જામકંડોરણાની ધરતી પર આવતાં જ વિઠ્ઠલભાઈ રાદડીયાની યાદ આવે. અહેવાલો પ્રમાણે હું એવો પહેલો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો.

  • મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.

  • ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર. દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ ઉચ્ચ સ્તરે છે. અગાઉના વર્ષોમાં સૌરાષ્ટ્રમાં અનેક સમસ્યા હતી.

  • અત્યારનું ગુજરાત વડીલો માટે સ્વપ્ન સમાન છે, આજનો વિકાસ જોઈને વડીલોની આંખમાં ચમક જોવા મળે છે. ભાજપની સરકારમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે.

  • ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં... માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.

  • જનતાની ભાવના, આકાંક્ષા અને અપેક્ષાને ભાજપ સરકારે હંમેશા આદેશ માન્યા છે. આ આદેશ માટે જાત ખપાવી દેવાની કોશિષ કરી છે.

  • અભાવનો પ્રભાવ ન આવે, અંધકારથી વિવશ ન થવું પડે, અવિશ્વાસની આંધી આવી ન જાય તે માટે આજે સરકારે પરિસ્થિતિ અને આયોજનો બદલ્યા છે.

  • જો મહેનત અને આયોજનથી કામ કરીએ તો પરિસ્થિતિ બદલી શકાય છે, જે અમે કરી બતાવ્યું છે.

  • વિકાસ અને ગુજરાતનો અતૂટ નાતો છે ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.

  • ગુજરાતની સમુદ્ર પટ્ટી અતિક્રમણથી બરબાદ થઇ રહી હતી. બેટ દ્વારકાની તો જાણે ઓળખ બદલાઇ ગઇ હતી. ભૂપેન્દ્રભાઇએ મક્કમતાથી રાતોરાત બેટ દ્વારકાને અતિક્રમણથી મુક્ત કરાવી દીધું. તેમને સ્વભાવ મુજબ બધું જ કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધું.

  • "કોરોના પછી આખા ગુજરાતે આ વખતે દાંડિયાની રમઝટ બોલાઈ છે. અનેક દેશોના રાજદુત ગુજરાતમાં ગરબા જોવા આવ્યા અને ગરબા રમતાં થઈ ગયા."

  • "યુવાનો આવનારા 25 વર્ષ સુધી ફળ ખાઇને ઉભા રહેવાનું નથી, આ ગુજરાતને દુનિયામાં ઉંચાઇ પર લઇ જવાનું છે. આ સપનું લઇને ચાલવું છે. ભારતના આઝાદીના 75 વર્ષ થયા... દેશ માટે 25 વર્ષનો અમૃતકાળ છે પણ યુવાનો માટે સ્વર્ણિમકાળ છે."






આ પણ વાંચોઃ


PM Modi Gujarat Visit: PM મોદીએ સૌરાષ્ટ્રના કયા જાણીતા સંત સાથે કરી મુલાકાત ?