રાજકોટ: રાજકોટની 14 વર્ષીય સગીર બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. પીડિતાના મેડિકલ રિપોર્ટને જોતા તેમજ તેની 27 અઠવાડિયાની પ્રેગ્નન્સીને ધ્યાને લેતા કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવા ઇન્કાર કર્યો છે. સાથે જ કોર્ટે પીડિતાની સારવાર અને પ્રસુતિ કઈ હોસ્પિટલમાં કરાવાશે તે અંગે પણ સરકારનો જવાબ માંગ્યો છે. અને બાળકના જન્મ બાદ તેને ક્યાં અનાથાશ્રમમાં મુકાશે તેનો પણ જવાબ માંગ્યો છે. આ ઉપરાંત પીડિતાને વળતર ચૂકવવા પણ કોર્ટે સરકારને આદેશ કર્યો છે. પીડિતાએ બળાત્કારના કારણે રહેલા ગર્ભને પડાવવાની મંજૂરી માટે ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી કરી હતી. જેમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ કોર્ટે મંજૂરી આપવા ઇન્કાર કરી દીધો છે.