રાજકોટ : રાજ્યમાં કોરોનાએ તાંડવ (Gujarat Corona Cases) કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. આ દરમિયાન કોરોના મહામારી (Corona Pandmemic) વચ્ચે રાજકોટથી સુખદ સમાચાર સામે આવ્યા છે.
રાજકોટ આઈઆઈએમ-એના પ્રેસિડેન્ડ ડો. પ્રફુલ કામાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ શુક્રવાર અને શનિવારે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રેપિડ ટેસ્ટમાં (Rapid Test) પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં 10% જેવો થયો ઘટાડો છે. સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) અને લોકો ઘરમાં જ રહેતા હોવાની આ અસર છે.
રવિવારે રાજકોટમાં 608 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા. જ્યારે 648 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. શહેરમાં 3137 લોકોનું રસીકરણ કરાયું હતું.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
Coronavirus Cases India: સતત પાંચમા દિવસે કોરોનાના કેસ ત્રણ લાખને પાર, કુલ મૃત્યુઆંક બે લાખ નજીક
બાઇડેને ફેરવી તોળ્યું, ભારતને રસી માટે કાચો માલ આપવા તૈયાર થયું અમેરિકા
ગાંધીનગર ચૂંટણી પહેલા કોરોનાએ લીધો વધુ એક ઉમેદવારનો ભોગ, જાણો વિગત