રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પિરીયલમાં પાંચમા માળે એક રૂમમાં યુવતીના અશ્લિલ ડાંસનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. યુવતીના અશ્વિલ ડાંસનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી અને ડીસીપીએ તપાસના આદેશ કરતા ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી. અને તે રૂમ કોના નામે બુક હતો, અશ્લિલ ડાંસ કરતી યુવતી કોણ હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વીડિયો હોટેલની સામેની સાઈડથી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો છે. શુક્રવારે રાતે હોટલના પાંચમા માળે આ અશ્લિલ ડાંસ પાર્ટી ચાલતી હતી. સમગ્ર ઘટનાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઈમ્પીરીયલ હોટેલમાં તપાસ કરીને હોટેલના સીસીટીવી ફુટેજ તેજમ રજીસ્ટરના આધારે તપાસ શરૂ કરી છે. ત્યાર બાદ આ વીડિયો ક્યાંનો છે. તેમજ વીડિયો ઉતારાર, તારીખ નક્કી થઈ ગયા બાદ વધુ કાર્રવાઈ કરાશે.


પત્રકારો સાથે વાત કરતા હોટેલના મેનેજરે પણ તમામ હદો વટાવતા રાહુલ રાવે જણાવ્યું કે હોટેલને હોટલ રીતે જોવી જઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જોવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અંહી પૂજા કરવા આવે. તેમણે જણાવ્યું કે આમા કશું અશ્લિલ નથી. આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ અને પોલીસની તપાસમાં બધી જ સત્ય હકિકત બહાર આવશે.


હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈથી રાજકોટ આવી હોવાનું અને યુવતી મોડેલ હોવાનું સામે આવી રહ્યું છે. 


આ મામલે હોટલમાં આવતા લોકોનો રેકોર્ડ તપાસી આગળની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયો એક સપ્તાહ પૂર્વેનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હોટલની બારી ખુલ્લી રાખી હતી કે પછી કોઈ અંદરથી ફૂટી ગયું હોય એવી ચર્ચા જાગી છે.