Rajkot Love Jihad News: રાજ્યમાં લવ જેહાદ ભૂત ફરી ધુણ્યુ છે. રાજકોટમાં એક હિન્દુ સગીરાને વિધર્મી યુવકે પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કર્યાની ઘટના સામે આવી છે, આ અંગે માણાવદર પોલીસ સ્ટેશનમાં સગીરાના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે માતા-પિતાએ કેટલાક આરોપ પણ લગાવ્યા છે. માતા-પિતાએ 15 વર્ષીય સગીરાને મુક્ત કરાવવા સરકાર અને હિન્દુ સંગઠનોને માંગ કરી છે.
રાજકોટમાં અત્યારે બનેલી લવ જેહાદની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટમાં સિન્ધી પરિવારની એક 15 વર્ષીય સગીરાનું અપહરણ થયુ છે. માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે, વિધર્મી યુવકે અમારી દીકરા પર વશીકરણ કર્યુ, પ્રેમ જાળમાં ફસાવી અને હવે તેનું અપહરણ કર્યુ છે. વિધર્મી યુવકનું નામ ઇલિયાસ છે અને તેના બે સંતાનો છે. તેની પહેલી પત્ની પણ હિન્દુ હોવાનું સામે આવ્યુ છે. સગીરાના માતા પિતાએ કહ્યું કે, વિધર્મીએ અમારી દીકરી પર વશીકરણ એટલી હદે કરી દીધુ હતુ કે, અમારી દીકરી અમારુ કહેલુ કરતી ન હતી. તેની સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી મેડિકલ ટેસ્ટ કરાવવા પણ માંગ માતા-પિતાએ કરી છે. માતા-પિતાનો આરોપ છે કે, પોલીસ પાસે વિધર્મીનું લૉકેશન હોવા છતા તેની ધરપકડ કરાતી નથી. સરકાર અને હિન્દુ સંગઠનો તેમની દીકરીને વિધર્મીના ચુંગાલમાંથી બચાવે.
“સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
તાજેતરમાં ભાવનગર શહેરમાં બે અલગ અલગ સ્થળોએ છરી વડે હુમલાની ઘટનાઓએ શહેરવાસીઓમાં ચિંતા ઉભી કરી છે. પ્રથમ ઘટનામાં શિશુવિહાર સર્કલ વિસ્તારમાં સામાન્ય બાબત જેવી કે "સામુ કેમ જુઓ છો" તેવા કારણે જાહિદખાન પઠાણ, અસરીફખાન પઠાણ અને સોહિલ નામના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ઘાયલ થયેલા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી ઘટના શહેરના વ્યસ્ત ખારગેટ વિસ્તારમાં બની, જ્યાં કપડાંની ખરીદી કરવા ગયેલા નિખિલ મેર પર જૂની અદાવતના કારણે પાંચથી છ શખ્સોએ ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો. બંને ઘટનાઓમાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ચિંતાનો વિષય છે. આ બંને ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે. બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વધતા જતા ગુનાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. શહેરની સ્થિતિ યુપી બિહાર જેવી ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી અને સમાજમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવું આવશ્યક છે.
આ પણ વાંચો