Rajkot: રાજકોટમાં ધોળેદહાડે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટનાનો મામલો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, એક વૃદ્ધાને બંધક બનાવીને કામવાળીએ પોતાના સાગરિતોની સાથે મળીને આ લાખોની લૂંટને અંજામ આપ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં 15 લાખથી વધુની લૂંટ કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. લગભગ ઘટનાને 48 કલાકથી વધુનો સમય થઇ ગયો છે છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, હાલમાં પોલીસ CCTV આધારે લૂંટ કરનાર કામવાળી અને તેના સાગરીતની શોધખોળમાં લાગી છે. કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને લગભગ 200 જેટલાં CCTV કેમેરા પણ ચકાસ્યા છે, આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.

Continues below advertisement


 


રાજકોટના રેસકોર્સમાં તારીખથી શરૂ થશે જન્માષ્ટમીનો લોકમેળો, વિવિધ સમિતિની કરાઇ રચના


રાજકોટઃ રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે. લોકમેળાને લઈને રાજકોટ પ્રશાસને તૈયારીઓ શરુ કરી દીધી છે. કલેક્ટરની બેઠકમાં 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. દર વર્ષે પાંચ દિવસમાં આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણે છે. જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસુ સારું જાય અને સારું વર્ષ થાય એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ મેળામાં આવે છે.


Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.