Rajkot News: રાજ્યમાં વરસાદ ખેંચાતા ઠેર ઠેર મોટી મુશ્કેલીઓ પેદા થઇ છે, ખાસ કરીને ખેડૂતોને વરસાદ ખેંચાતા પાકમાં ધરખમ ઘટાડની સમસ્યાઓ આવી રહી છે. હાલમાં જ રિપોર્ટ છેકે, સૌરાષ્ટ્રમાં મગફળીના ઉત્પાદનમાં વરસાદ ખેંચાતા ઘટાડો નોંધાઇ શકવાની ભીતિ છે. 


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ મહિનામાં વરસાદ ખેંચાતા માઠી અસર વર્તાઇ રહી છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. છેલ્લા 50 દિવસથી વરસાદ ખેંચાયો છે, અને હાલમાં ખેડૂતોએ બે થી ત્રણ પિયત આપી પાકને આપી દીધા છે. વરસાદ ખેંચાતા દર વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો આવવાની પુરેપુરી સંભાવના વર્તાઇ રહી છે. એકબાજુ ગયા વર્ષ કરતાં મગફળીના વાવેતરમાં 4 ટકા જેવો ઘટાડો થયો, તો વળી, બીજીબાજુ વરસાદ ખેંચાતા મગફળીના ઉત્પાદનમાં ખૂબ જ મોટા પાયે ઘટાડો થશે. રાજ્યમાં આ વર્ષે મગફળીનું 16.33 લાખ હેક્ટરમાં વાવેતર છે. વેપારીઓને ઓઇલ મિલરો દર વર્ષે ઉત્પાદનના આંકડાઓ કાઢતા હોય છે પરંતુ આ વખતે ઉત્પાદનના આંકડા કાઢવા મુશ્કેલ છે. ગયા વર્ષે 24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને 15000 ગુણીને આવકો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના ભાવ 1350 થી 1550 રૂપિયા બોલાઇ રહ્યો છે. 


વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ 


દાહોદ  જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે.  મકાઈ, ડાંગર સહીત વિવિધ  પાક  બગડવાની ભીતિ છે.  દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો અને અહીંના ખેડૂતો ખેતી અને મજૂરીથી પોતાનો ગુજરાન  ચલાવતા હોય છે ત્યારે અહીં મુખ્યત્વે ઘઉં મકાઈ ડાંગર સહિતના પાક ખેડૂતો લેતા હોય છે ત્યારે વરસાદ આધારિત ખેતી પણ અહીંના ખેડૂતો કરતા હોય છે ત્યારે દાહોદ  જિલ્લામાં  ખેડૂતો વરસાદ ખેંચાતા  ચિંતિત તેમજ  હાલાકીનો સામનો કરવો પડે છે.  ચોમાસાની શરૂઆત થતાની સાથે જ  જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.  જેથી ખેડૂતોમાં વરસાદ આવતાની સાથે જ વાવેતર કરવાની આશા જાગી હતી.   સારા વરસાદને લઈને ખેડૂતોએ  વાવણી કરી અને સારા પાક માટેની  તૈયારી  કરવામાં આવી હતી.  જોકે  હાલ છેલ્લા 15 થી 20 દિવસમાં વરસાદ ન પડતા અને વરસાદ ખેંચાતા  ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.  પોતાના ખેતરમાં કરેલા મકાઈ ડાંગરના પાક જો વરસાદ હજુ લાંબુ ખેંચાય તો તે ખરાબ થવાની ભીતિ  ખેડૂતોને સતાવી રહી છે. દાહોદ સહિત જિલ્લાના ખેડૂતો વહેલી તકે મેઘરાજા વર્ષે તેવી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તેવી પણ માંગ કરી રહ્યા છે.  મેઘરાજાની રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં નુકશાન થવાની ભીતિ  જોવા મળી રહી છે.  ખેડૂત કમલસિંહ ભાઈએ સાત એકર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી અને બે વીઘામાં મકાઈ  જેનો ખર્ચ 30 થી 40 હજાર આવ્યો હતો. હવે વરસાદ ન આવતા પાક નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા  મકાઈ પણ ચોટવા લાગતા ઈયળ પડતા જો વરસાદ ન આવે તો નુકસાની થવાની ભીતિ સતાવી રહી છે.