Rajkot News: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનો ફરી એકવાર અણધડ વહીવટ ચાલી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે, જેના કારણે વિદ્યાર્થીઓને વેઠવુ પડી રહ્યુ છે. હાલમાં જ સમાચાર છે કે, સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના 30 વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત છે, તો વળી 150 વિદ્યાર્થીઓ ગૉલ્ડ મેડલથી વંચિત રહ્યાં છે. યૂનિની મોટી બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થયુ છે. 


સમાચાર છે કે, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં મોટી બેદરકારી સામે આવી છે, ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. માહિતી છે કે, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીના કારણે 30 હજાર વિદ્યાર્થી ડિગ્રીથી વંચિત રહ્યાં છે. આ ઉપરાંત 150 વિદ્યાર્થીઓ ગૉલ્ડ મેડલથી વંચિત છે. અત્યારે પરિસ્થિતિ એવી પેદા થઇ છે કે, હવે વિદ્યાર્થીઓએ ગૉલ્ડ મેડલ અને ડિગ્રી મેળવવા આંદોલન કરવું પડી શકે છે. ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તે પણ નથી જઇ શકતા, યૂનિવર્સિટીના અણધડ વહીવટ અને અણઆવડતના કારણે આ વર્ષે હજુ સુધી પદવીદાન સમારોહ પણ નથી યોજાયો.


કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે આજીવિકા ખર્ચ પેટે બતાવવા પડશે 20 હજાર ડોલર


કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. વિદ્યાર્થીઓને આજીવિકા ખર્ચ પેટે 20 હજાર ડોલર બતાવવા પડશે. કેમ્પસની બહાર અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છુટ રહેશે. નવા માપદંડો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને વર્ક પરમીટ લંબાવી આપવાનું બંધ કરાશે. આ નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. આ સાથે જ મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ પણ દેખાડવું પડશે. કેનેડાના ઈમીગ્રેશન, રિફ્યૂજી અને સિટિઝનશીપ મંત્રી માર્ક મિલરે આ ફેરફારની જાહેરાત કરી છે.


સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે અરજીકર્તાએ એ જોવું પડશે કે તેની પાસે ટ્યુશન અને મુસાફરી  ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 અમેરિકી ડોલર) છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે. ભણવા માટે કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના ખર્ચની જરૂરિયાત 2000ના  દાયકાની શરૂઆતથી બદલાઈ નથી. તે વખતે તેને 10,000 કેનેડિયન ડોલર (લગભગ 7357 અમેરિકી ડોલર) નક્કી કરાયું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય જરૂરિયાત હાલ રહેવાના ખર્ચ મુજબ નથી જેના પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે છે અને ખબર પડે છે કે તેમની પાસે તો પૂરતા પૈસા જ નથી.


મિલરે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા, એ સુનિશ્ચિત કરવું એ અમારી જવાબદારી છે કે જ્યારે વિદ્યાર્થીઓ અમારા દેશમાં આવે તો તેમને સમર્થન આપવામાં આવે. શિક્ષણ સંસ્થાન શૈક્ષણિક અનુભવના ભાગ રૂપે પૂરતી છાત્ર સહાયતા આપે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ વાર્ષિક આર્થિક ગતિવિધિઓમાં 11 અબજ કેનેડિયન ડોલર (લગભગ 16 અબજ અમેરિકી ડોલર)થી વધુનું યોગદાન આપે છે જે કેનેડાના ઓટોપાર્ટ્સ, લાકડી કે વિમાનની નિકાસ કરતા વધુ છે, અને કેનેડામાં બે લાખથી વધુ નોકરીઓ પેદા કરે છે.


ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018 થી વિદેશોમાં વિવિધ કારણોસર 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયાનો ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા છે.


વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં માહિતી આપી હતી કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, 2018થી વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની 403 ઘટનાઓ સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેનેડામાં 2018થી અત્યાર સુધીમાં 91 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારબાદ બ્રિટન(48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની- સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપાઇન્સ (10)નો નંબર આવે છે.