સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ સરદારધામ ખાતે વિરોધનો સૂર ઉઠ્યો છે. સરદારધામના મહિલા આગેવાન શર્મિલા બાંમભણીયાએ આ અંગે ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરી સશક્ત મહિલાઓને ટિકિટ આપવાની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવા તેવી માંગ સામે આવી છે.
આગેવાન કે કાર્યકરોના પત્ની ને ટિકિટ ન અપાય તેવી રાજકીય પાર્ટીના અધ્યક્ષોને માંગ કરાઈ છે. સમાજમાં સારા પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવા માંગ કરી છે. મહિલા સરપંચથી મહિલા કોર્પોરેટરના પતિ જ વહીવટ કરતા હોય છે જેને બદલવાની જરૂર છે, તેમ શર્મિલા બાંમભણીયાએ જણાવ્યું હતું.