રાજકોટઃ નશામા ધુત જમાદાર સરકારી બોલેરોમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા ઝડપાયો હતો. લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપી દેતા બે ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોડી સાંજે સસ્પેન્ડ કરાયો હતો. રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો.
નશાની હાલતમાં જ પોલીસ વાનમાં યુવતી સાથે રંગરેલિયા કરતો જમાદાર લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. લોકોએ અશ્વિનનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. આ પછી લોકોએ તેનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. લોકોએ રંગેહાથ ઝડપી પાડી માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લેતા લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.
લોકોએ હેડ કોન્સ્ટેબલને રંગરેલિયા માણતા ઝડપી લેતા તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરાશે. જોકે, પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયો છે.
એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે. અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી. પોલીસ સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી. જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા.
Surendranagar : કેટરિંગમાં સાથે કામ કરતાં યુવક-યુવતી વચ્ચે બંધાયા શરીર સંબંધ, બંનેનાં રંગરેલિયાની યુવતીના ભાઈને પડી ખબર ને....
સુરેન્દ્રનગરઃ વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક બહેન સાથે આરોપીને બહેન સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ ભાઈને થઈ જતાં પ્રેમી સાથે ઝઘડો થયો હતો. જોકે, પ્રેમીએ પ્રેમિકાના ભાઈની હત્યા કરી નાંખી હતી. મૃતક યુવાનનું નામ શાહરૂખ એમદભાઇ બાબીયા હોવાનું બહાર આવ્યું હતુ. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સુરજને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.
વઢવાણના ખાટકીવાસમાં રહેતી શાબેરાને રતનપર બાયપાસ રોડ પર રહેલા સુરજ સાથે પ્રેમસંબંધ હતો. આ અંગે શાબેરાના ભાઈ શાહરૂખને ખબર પડતાં તેણે સુરજને ફોન કરી મગજમારી કરી હતી. શાહરૂખ રીક્ષામાં તલવાર લઈને નીકળ્યો હતો અને સુરજ મળે તો તેને પતાવી દેવાના મુડમાં હતા. જોકે, બીજી તરફ સુરજે પોતાની પાસે પણ છરી રાખેલી હતી.
ગત સોમવારે સાંજે ધોળીપોળ પાસે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે શાહરૂખ તલવારથી હુમલો કરે તો પહેલા જ સુરજે શાહરૂખને છરીના 20થી વધુ ઘા મારીને ત્યાં જ ઠાર કરી નાંખ્યો હતો. તેમજ હત્યા કરીને સુરજ ફરાર થઈ ગયો હતો. જોકે, ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
મૃતકની બહેન શાબેરા અને હત્યારો સુરજ સાથે કેટરિંગમાં કામ કરતાં હોવાથી આંખ મળી ગઈ હતી. તેમજ છેલ્લા બે વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, બહેનના પ્રેમસંબંધમાં ભાઈની હત્યા થઈ ગઈ છે.