લગ્નમાં દારુ લાવવાના બનાવો બનતા હોય છે ત્યારે આવા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો છે. હાલ રાજકોટના સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર વરરાજા અને તેમના મિત્રો ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન એક યુવક હાથમાં બોટલ લઈને આવે છે અને તેમાં રહેલું પીણું વરરાજાને પીવડાવે છે. વોડકા દારુની બોટલ જેવી દેખાતી આ બોટલમાંથી પીણું પીતા વરરાજાનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
બે શખ્સોની પોલીસે અટકાયત કરીઃ
વીડિયો વાયરલ થયા બાદ સામે આવ્યું કે આ વીડિયો રાજકોટના ભીસ્તીવાડમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો છે અને વીડિયોમાં વરરાજાને દારુ પીવડાવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પ્રદ્યુમનનગર પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહી શરુ કરી હતી. વીડિયોમાં દેખાતા બંને શખ્સોને પોલીસે શોધી કાઢ્યા હતા અને બંનેની અટકાયત કરી લીધી છે. વાયરલ વીડિયોના આધારે ચિરાગ ઢાકેચા અને કપિલ વાણિયા નામના યુવકોની અટકાયત કરીને દારુ ક્યાંથી આવ્યો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દારુ પીવા અંગે વરરાજાની પણ તપાસ થઈ શકે છે.
KUTCH : કોરોના સમયે બંધ કરવામાં આવેલી 5 ટ્રેનો 25 મહિના બાદ પણ શરૂ નથી કરાઈ, મુસાફરોને મુશ્કેલી
Kutch : કોરોના સમયે બંધ કરવામાં આવેલી ભુજ રેલવે સ્ટેશનથી ઉપડતી 5 ટ્રેનો 25 મહિનાથી બંધ છે.ભુજ રેલવે સ્ટેશનને ટ્રેનની સુવિધા મુદ્દે અવારનવાર નિરાશા મળતી આવી છે. નવી ટ્રેનની વાત તો દુર રહી પણ જે ટ્રેનો અગાઉ ભુજથી દોડતી હતી તે પણ હજીય બંધ છે. જે તે સમયે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ટ્રેન પરિવહન બંધ કરવામાં આવ્યું હતું પણ આજે 25 મહિના બાદ પણ આ ટ્રેનો શરૂ થઈ શકી નથી. મહત્વની બાબત એ છે કે ઉત્તર ગુજરાતને સાંકળતી ગાડીઓ શરૂ ન થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ 5 ટ્રેનો હજી પણ બંધ
બંધ ટ્રેનો બાબતે જ્યારે એબીપી અસ્મિતાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પૂછ્યો તો જાણવા મળ્યું કે હાલમાં આ ટ્રેનો બંધ છે -
1) ભુજ - શાલીમાર (22829)
2) ભુજ - પાલનપુર (19152)
3) ભુજ - દાદર વાયા પાલનપુર (12959)
4) ગાંધીધામ પાલનપુર (59425) અને
5) ગાંધીધામ ઇન્દોર (19335)
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી અનેક બેઠકો પણ કરવામાં આવી પંરતુ પણ ટ્રેન ચાલુ કરવામાં કોઈએ રસના ન દાખવ્યો હવે આગામી દિવસોમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દિલ્હી જઈને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે.