રાજકોટ: રાજકોટમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે પરીક્ષા કેંદ્રથી 100 મીટરના વિસ્તારમાં આવતા સાયબર કેફે, ઝેરોક્ષની દુકાન અને STD બુથ બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે.પરિક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે. પરીક્ષા દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સુપરવિઝન માટે ખડેપગે રહેશે.