રાજકોટઃ રેસકોર્સ મેદાન ખાતે વિજ્યા દશમી નિમિતે વિહિપ દ્વારા રાવણ દહન કરવામા આવ્યુ હતુ.  ગુજરાતમા સૌથી મોટા 51 ફુટ ઉંચા પુતળું બનાવવામા આવ્યુ હતું. સાથે સાથે કુંભકર્ણ અને મેઘદુતના પણ 35 ફુટ ઉંચા પુતળા બનાવવામા આવ્યા હતા. આતશબાજી બાદ રાવણ, મેઘદુત અનૅ કુંભકર્ણના પુતળાનુ દહન કરવામા આવ્યુ હતુ. આ તકે વિશ્વ હિંદુ પરિષદના વડા પ્રવીણ તોગડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે  તેમને સર્જીકલ સ્ટ્રાઇકને લઈને નિવૅદન આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન અનૅ કાશ્મીરમા રહેલા આતંકવાદનો નાશ કરવો જરુરી છે.  અને રામજન્મ ભુમી ઉપર મંદીર બનશે ત્યારે જ હિંદુઓ ખરા અર્થમા વિજ્યા દશમીની ઉજવણી કરશે.