રાજકોટઃ રેડિમેડ કપડાના શોરૂમના માલિકે પત્ની સાથે ઘરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દંપતીએ ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટના 12માં માળે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રેડીમેડ કપડાનો શો રૂમ ધરાવતા વેપારીએ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. ગોપાલભાઈ ચાવડા અને નિર્મલાબેન ચાવડાએ આપઘાત કર્યો છે.
ACBની ટ્રેપથી બચવા GST ઓફિસર ભાગ્યો, વચ્ચે આવેલા કોન્સ્ટેબલ-વેપારીને લીધા અડફેટે
અમદાવાદઃ જીએસટી અધિકારી એસીબીની ટ્રેપ દરમિયાન પોતાની કાર સાથે ફરાર થયો છે. એસીબીની ટીમ અધિકારીને પકડવા જતા અધિકારી ભાગ્યો હતો. જીએસટી અધિકારી સામે લાંચ લેવાનો ચાંદખેડાના વેપારીએ આરોપ લગાવ્યો હતો. વેપારીની રજૂઆતના પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.
ટ્રેપની ગંધ આવી જતા જીએસટી અધિકારીએ ગાડી મારી મૂકી હતી. કારને રોકવા જતા વેપારી અને એસીબીનો કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ચાંદખેડા પોલીસે જીએસટી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
GST વર્ગ 3નો અધિકારી પરેશ પ્રિયદર્શી 3000ની લાંચ લેવા ગયો હતો. ફરિયાદી પ્રિતેશ પટેલ સિકયુરીટી કોન્ટ્રાકટ ચલાવતા હતા. GSTના કિલયરન્સ માટે લાંચ માંગી હતી. બુધવારે સાંજે 4 વાગ્યે પ્રીતેશભાઈએ પરેશભાઈને પૈસા લેવા માટે ચાંદખેડા વિસત ચાર રસ્તા ખાતે બોલાવ્યા હતાસમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.