રાજકોટ: ગોંડલ નજીક ટ્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બીજી તરફ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે ગોંડલની જામવાડી પાસે કાર અને 2 બાઈક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
Rajkot : ગોંડલ પાસે ટ્રિપલ એક્સિડન્ટઃ બે લોકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી, ઉમટ્યા લોકોના ટોળેટોળા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 02:58 PM (IST)
આજે ગોંડલની જામવાડી પાસે કાર અને 2 બાઈક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર ઇજા થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -