રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ, વસ્તીની દ્રષ્ટીએ કોરોનાનું સંક્રમણ રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના કોંગ્રેસના એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોંગ્રેસના મહિલા નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાનો ચેપ લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. નોંધનીય છે કે, અગાઉ રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના સાંસદો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અભય ભારદ્વાજ અને રમેશ ધડૂક કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મંત્રી જયેશ રાદડીયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો. છે. રાજકોટમાં હવે દરરોજ 125 થી 150 લોકોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.
રાજકોટમાં કોરોનાનો કાળો કેરઃ કોંગ્રેસના કયા મહિલા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 03:11 PM (IST)
કોંગ્રેસના મહિલા નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાનો ચેપ લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -