Rupala Controversy: ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગ જામ્યો છે, ચાર દિવસ પહેલા ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે, આજે તમામ પક્ષોના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. હવા આવા સમયે રાજકોટ બેઠક પરના અપક્ષ ઉમેદવારે રૂપાલા સામે વાંધા ઉઠાવ્યા છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ મીડિયા સમક્ષ આવીને દાવો કર્યો હતો કે, રૂપાલાના ઉમેદવારી ફોર્મમાં 32 ભૂલો છે, સ્ટેમ્પ પેપર પણ ખોટુ રજૂ કર્યું છે. હાલમાં આ મામલે અપક્ષ ઉમેદવારે ચૂંટણી પંચમાં આ સમગ્ર ઘટના અંગે લેખિતમાં રજૂઆત કરી છે.


રાજ્યમાં આજે લોકસભા ચૂંટણી માટે ચકાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલી રાજકોટ બેઠક પર ફરી આજે એકવાર વિવાદ શરૂ થયો છે. આજે રાજકોટ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારે વાંધા ઉઠાવ્યા હતા. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ વાંધા ઉઠાવ્યા, અને લેખિતમાં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. 


અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ મીડિયા સમક્ષ આવીને રૂપાલા સામે કેટલાક વાંધા ઉઠાવ્યા હતા, તેમને કહ્યું કે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ખોટો સ્ટેમ્પ રજૂ કર્યો છે, રૂપાલાએ 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજૂ કર્યું નથી, તેના બદલે તેમને 50ના સ્ટેમ્પ પર કામ કર્યુ છે. આની સાથે અન્ય 4 વાંધા પણ ઉઠાવ્યા હતા. ચૂંટણી અધિકારીએ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્રક માન્ય રાખતા આ સમગ્ર મામલે અમરદાસ દેસાણીએ વાંધા ઉઠાવ્યા હતા. અમરદાસ દેસાણીએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ફોર્મમાં 32 ભૂલોની પણ વાત કરી છે. ખાસ વાત છે કે, આ સમગ્ર ઘટના અંગે તમામ ઉમેદવારોની હાજરીમાં અમરદાસે જિલ્લા કલેકટર સમક્ષ વાંધાઓ ઉઠાવ્યા હતા. જોકે, આ મામલે રાજકોટના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરે કહ્યું તમારા વાંધાઓ લેખિતમાં આપો તેનો અમે જવાબ આપીશું.