Rupala News: ગઇકાલે રાજકોટના રતનપરમાં ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજે મહા સંમેલન યોજ્યુ હતુ, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નેતાઓ અને લોકોએ હાજરી આપી હતી, મહાસંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે, સુત્રો અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તમામ માહિતીઓ મંગાવી છે, ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ સરકારે મંગાવી છે, જેમાં કયા કયા નેતાઓ, કયા અધિકારીઓ અને કયા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેની ડિટેલ્સ માંગવામાં આવી છે.
ગઇકાલે રાજકોટના રતનપર વિસ્તારમાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ, આ સંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ, ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ મંગાવી છે. સંમેલનમાં કયા-કયા રાજવીઓ ઉપસ્થિત હતા તેની પણ માહિતી મંગાવાઇ છે.
ક્ષત્રિય સંમેલનને લઇને IB સહિતની એજન્સીઓએ રાજ્યના ગૃહ વિભાગ, સરકારને રિપોર્ટ મોકલ્યો છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારી, રાજકીય આગેવાનોની ખાસ નજર હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર કાર્યક્રમ અંગે તમામ વિગતો મેળવી લીધી છે, હવે આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોના સંબોધનનું વિશ્લેષણ કરાશે.
આ ક્ષત્રિય સંમેલનમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ-કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યાં હતા, તે અંગે પણ ડિટેલ્સમાં માહિતી મંગાવવામાં આવી છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની નજર હતી. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એકસાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા.
આ પહેલા રાજકોટમાં સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી તેમ સમયે એકસાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા કર્યા હતા. આ પછી એકપણ રાજકીય આગેવાન આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠી નથી કરી શક્યો. જિલ્લા કલેકટરે સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો મેળવીને ક્ષત્રિય આગેવાનોના ભાષણનું વિશ્લેષણ કરાશે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં હરપાલસિંહ ચુડાસમાનું નિવેદન
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, તૂફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીનેમે. ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે. માગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજકોટના રાજપૂત દશા બગાડી નાખશે. માતા સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામ લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચીને શ્રી રામે રાવણને કહેડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું. આપડે જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે.
19 તારીખે 5 વાગ્યા પછી ક્ષત્રિયોનો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહિ રહે. ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાસ લેવા જવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટીનું નહિ અમારી માતા - બહેનોની અસ્મિતાનું આંદોલન છે. માતા -બહેનોને કહું છું ઉપવાસ કે જોહર કરવાની વાત ન કરતા આપણું લક્ષ્ય આપનું બુથ છે. આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિય સામે જોઈ ન શકવો જોઈએ. આ તમામ સમાજની માતા-દીકરીની વાત છે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ઉતેલિયા સ્ટેટના ભગીરથસિંહનું નિવેદન
આ ધરતી પર માત્ર વીરોને રાજ કરવાનો અધિકાર છે. રાજપૂત ક્યારેય એક ના થઈ શકે તેવું કહેવામાં આવે છે, આ સંમેલનને સિદ્ધ કર્યું કે રાજપૂત એક છે. રૂપાલા જો ઉમેદવારી કરશે તો તે ભાજપની સહમતી માનવી. 16 તારીખ પછી આપણી લડાઈ સીધી ભાજપ સામેની થશે. રાજપૂત દેશના ખૂણે ખૂણેમાં વસેલા છે. રૂપાલા ઉમેદવારી કરે તો ત્યારબાદ દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાનની રણનીતિ અમલમાં મુકીશું. 26 મુખ્ય કન્વિનર, દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કન્વિનર નીમીને અન્ય સમાજને સમજાવીશું. એક ક્ષત્રિય અન્ય સમાજના 10 લોકોને ભાજપ વિરોધી મતદાન કરાવશે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં કિશોરસિંહનું નિવેદન
ક્ષત્રિય પોતાના માટે ક્યારેય લડતો નથી પણ આ વાત ક્ષત્રિયની સ્મિતા પર વાત છે. આ સૌર્યરૂપ શક્તિસ્વરુપ તમે સામેથી બોલાવ્યું છે. સમગ્ર દેશમાં એકમાત્ર નાની માગણી છે. ટિકિટ કેન્સલ થાય તો બધું પૂરું નહિ તો પાર્ટ 2 શરૂ થશે.
ક્ષત્રિય મહાસંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન
શરૂઆત આપણે નથી કરી, 70 વર્ષના અને જેના તમામ વાળ સફેદ થયા તેમણે કરી છે. આવેદનપત્રો આપ્યા, સંમેલનો કર્યા અને આજે મહાસંમેલન છે. જુના જમાનાની જેમ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે. રૂપાલાની ટીકીટ રદ્દ નહિ થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો,બાંધી જોજો. પરસોત્તમ રૂપાલાને કહેવા માગું છું ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડે છે. પરસોત્તમભાઈ સભામાં સાયરી કરે છે વો સમાં ક્યાં બુજેગી, આ વાવાઝોડું છે, ચકડીએ ચડાવી દેશે. સંકલન સમિતિ કાર્યક્રમનું આયોજન કરતી નથી. કાર્યક્રમના આયોજનમાં સંકલન સમિતિ માર્ગદર્શન આપે છે. ક્ષત્રિય સમાજના આંદોલનનું પાર્ટ 1 પૂરું થાય છે. રૂપાલા ફોર્મ ભરશે અને જો પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે.
ક્ષત્રિય મહિલસભાના અધ્યક્ષા ચેતનાબા જાડેજાનું નિવેદન
16 તારીખે ચૈત્રી નવરાત્રીની આઠમે માતાજીને પ્રાર્થના કરીએ કે ફોર્મ ના ભરાય. આ જન સેલાબ સ્વયંભૂ ઉભરાયો છે. ના ડરશું, ના ડરાવશું, ક્ષાત્ર ધર્મ નીભાવશું. સમી છાતીએ લડીશું, પીઢ પાછળ ઘા નહિ કરીએ.