રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાં દરોડા પાડતા 5 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. ગાંધીજી સાથે જોડાયેલી શાળાના ક્વાર્ટરમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે જ્યારે રાષ્ટ્રીયશાળાના ક્વાર્ટરમાં દરોડા પાડ્યા ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.
રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી દારૂ મળી આવ્યા બાદ દારૂના અડ્ડા પર ચેકીંગ હાથ ધર્યું છે. શહેરના અલગ- અલગ વિસ્તારમાં પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.