ગુજરાતમા પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. કટારિયા ચોકડી પાસે 150 કરોડનાં ખર્ચે બ્રિજનુ નિર્માણ થશે. એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. નવા 150 ફૂટ રીંગ રોડ પર સતત ટ્રાફિક વધી રહ્યો છે અને ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એક સાથે 9 નવા બ્રિજ બનાવવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
કાલાવડ રોડ પર આવેલ કટારિયા ચોકડીએ 150 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનવાશે. ગુજરાતનો આ એવો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ હશે જે જમીન ઉપર નિર્માણ પામશે. આ સાથે વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 11માં નવા રીંગ રોડ પર 42.26 કરોડના ખર્ચે અલગ અલગ 3 બ્રિજ, રંગોલી પાર્ક નજીક 7.20 કરોડના ખર્ચે 2 બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે 5.53 કરોડના ખર્ચે 1 બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સીટી વચ્ચે નાલા પર 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે. ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે,સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. બ્રિજ નીચે ફૂટ કોટ,બાળકોને રમવા માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. કટારીયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા હતા. વેસ્ટ ઝોનમાં એક સાથે 9 બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 800 મીટર લંબાઈનો ઓવરબ્રિજ બનશે. નવા રિંગ રોડ પર અન્ડરપાસની લંબાઈ 600 મીટર રહેશે. ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે.
અમદાવાદમાં લોકોને દિવાળી સુધીમાં 71 નવા રોડ મળશે
અમદાવાદના નાગરીકોને દિવાળી સુધીમાં 71 નવા રોડ મળશે. વિપક્ષના આરોપ વચ્ચે અમદાવાદ શહેરમાં AMCની સ્ટેન્ડિંગ કમિટીએ બે કોન્ટ્રાકટરોને નવા રોડ બનાવવાની કામગીરી સોંપી છે. દિવાળી સુધીમાં શહેરમાં 71 જેટલા નવા રોડ તૈયાર કરવામાં આવશે. જો કે વિપક્ષનો આરોપ છે કે એજન્સીઓને ફાયદો કરાવવા માટે રોડ બનાવવાની કામગીરીઓ સોંપવામાં આવી છે. જેમાં મારુતિ કન્સ્ટ્રકશન એજન્સીને 16 કરોડ અને એપેક્ષ પ્રોટેકને 12.15 કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વિપક્ષના આરોપોને ફગાવ્યા અને કહ્યું કેટેન્ડર પ્રક્રિયા અનુસાર કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષના DLP સાથે કામગીરી સોંપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે.લોકોએ બાંધકામની મંજૂરી, પ્લાન અને ટીપીની નકશા સહિત મિલકતના 25થી વધુ કામ માટે હવે અમદાવાદમાં મહાનગરપાલિકાની એકથી બીજી ઓફિસે ધક્કા ખાવા પડશે નહીં.
નગરી હોસ્પિટલ પાસે 76 કરોડના ખર્ચે 9 માળનું નવું અર્બન હાઉસ બનાવાશે. હાલ મહાનગરપાલિકાના એસ્ટેટ, ટીડીઓ, ટીપી વિભાગની 21 ઓફિસ જુદા જુદા વિસ્તારમાં છે અને ભાડાના મકાનમાં ચાલે છે. મિલકતને લગતા કામો માટે જરૂરી કાગળ લેવા લોકોએ એકથી બીજી કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે પરંતુ હવે સિંગલ વિન્ડો સિસ્ટમ થઈ જશે. ટાઉન પ્લાનિંગ વિભાગની ઓફિસો હાલ નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ, આરટીઓ કચેરી, ઘાટલોડિયા, વાડજ, રાયપુર સહિતના વિસ્તારમાં છે. હાલ એવી સ્થિતિ છે કે, લોકોએ મિલકતના બાંધકામને લગતી એક મંજૂરી મેળવવા માટે નવરંગપુરા દોડવું પડે છે તો બીજી મંજૂરી માટે વાડજ કે ઘાટલોડિયાની કચેરી સુધી લાંબા થવું પડે છે. નવું બિલ્ડિંગ બન્યા પછી આ ધક્કા બંધ થઈ જશે. નગરી હોસ્પિટલ પાસે નવા બનનારા અર્બન હાઉસમાં એક જ સ્થળે સિટી પ્લાનિંગ, ટીડીઓ વિભાગ, રેકોર્ડ રૂમ સહિતની સુવિધાઓ હશે. બિલ્ડિંગના બેઝમેન્ટમાં 140 કાર અને 1 હજાર ટુવ્હીલરના પાર્કિંગની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે.