South Africa News: વિદેશ જનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એક યુવાનનો વિદેશમાં બંધ બનાવીને ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવાન રાજકોટને રહેવાસી હતો અને દક્ષિણ આફ્રિકામાં અજાણ્યા યુવકો દ્વારા યુવાનને બંધક બનાવ્યા બાદ તેના પરિવારજનો પાસેથી 22 લાખ રૂપિયાની માંગણી કરવામા આવી રહી છે. હાલમાં આ મામલો દુતાવાસ સુધી પહોંચ્યો છે. 


ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટમાં યુવાનને વિદેશ જવું ભારે પડ્યુ છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા જય કારિયા નામના યુવાનને વિદેશ એટલે કે દક્ષિણ આફ્રિકામાં જવુ મોંઘી પડ્યુ છે. જય કારિયાને છેલ્લા એક મહિનાથી દક્ષિણ આફ્રિકાના કિનસાસા શહેરના એક વિસ્તારમાં બંધક બનાવવામાં આવ્યો છે. લોધિકાના જય કારિયા પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને છેલ્લા એક મહિનાથી તેને બંધ બનાવીને યાતનાઓ આપવામાં આવી રહી છે. હાલમાં યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે આપવીતી વર્ણવી રહ્યો છે. બંધક બનાવનારાઓએ જય કારિયાના પરિવારજનો પાસેથી તેને છોડવવા માટે 22 લાખ રૂપિયાની માંગણી કરી રહી રહ્યાં છે. બંધક યુવાનનો મામલો હવે દુતાવાસ સુધી પહોંચ્યો છે અને કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.