રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોના સંક્રમિત એક વિદ્યાર્થીનું રાજકોટ સિવિલમાં મૃત્યુ થયું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી આફ્રિકાથી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. જો કે કોવિડ થી મોત ને લઈને ડેથ ઓડિટ કમિટી નિણર્ય લેશે.
ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થી જે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો છે, તે મારવાડી યુનિવર્સિટીમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આફ્રિકાથી આવેલો મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી સિવિલમાં સારવાર લઇ રહ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદ તેમનું મૃત્યુ થયું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ પુષ્ટી નથી થઇ. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોવિડથી મોત ને લઈને ડેથ ઓડિટ કમિટી નિણર્ય લેશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.