પરંતુ આ વિવાદ ફરી છંછેડાયો હોય તેમ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો બુધવારનો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસજી સ્વામી કહી રહ્યા છે કે, સર્વે ધર્મપ્રેમી જનતાને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ, જય સિયારામ અને જય મહાદેવ. આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ. તેને આગળ લઈ જવા માટે તમામ સક્રિય છીએ. તેમ છતાં ક્યારેય સનાતન ધર્મ કે દેવી દેવતા, દેવોના દેવ મહાદેવ કે ભગવાનના કોઈ અવતાર વિશે અમારાથી કંઈ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.