રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં હવે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં હવે ધીમે ધીમે મૃત્યુદર ઘટી રહ્યો છે. છેલ્લા 54 દિવસમાં પ્રથમ વખત રાજકોટમાં મૃત્યુઆંક ઘટ્યો છે. ગઈકાલે રાજકોટમાં છેલ્લા 24 લાકમાં કોરોનાને કારણે 7 દર્દીના મોત થયા છે. નોંધનીય છે કે, બીજી લવહેરમાં રાજકોટમાં મૃત્યુ આંક પીક પર રહ્ય હતો. રાજકોટમાં મૃત્યુઆંક ઓછો થવાથી જિલ્લા વહીવટી તંત્રએ રાહતના શ્વાસ લીધા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં ગઈકાલે 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 3,187 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 45 દર્દીઓના મોત નીપજ્યા હતા.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત.
રાજકોટ શહેરમાં 237 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 152 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 579 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 337 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 52 લોકો થયા સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 52 લોકો સંક્રમિત થયા હતા.
ગુજરાતમાં કોરોના કુલ 7,91,657 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,13,065 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 68,971 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,621 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.