રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોરોનાને લઈ રાજકોટથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલમાં આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. વાંકાનેર, રાજકોટ અને જામનગરના દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈકાલે પણ રાજકોટમાં 5 દર્દીઓના મૃત્યુ થયા હતા. આમ રાજકોટમાં કોરોનાથી વધતા જતા મૃત્યુ ચિંતાની બાબત છે.

રાજકોટમાં હાલ, કોરોનાના 586 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 270 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 2106 લોકોના મોત થયા છે. તેમજ રાજ્યમાં હાલ, કોરોનાના 11,351 એક્ટિવ કેસો છે.