રાજકોટઃ ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં બબાલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખુરશી વડે માર મારતા હોવાનું સામે આવ્યું છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી અને ગાળાગાળી બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી હતી. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં લોકોના ટોળામાં ગાળાગાળી સાથે ખુરશી ઉલળતી પણ જોવા મળી હતી.
જ્યારે આ બનાવ અંગે માર્કેટ યાર્ડના સતાધીશોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેરસમજને લઈને બબાલ થઈ હતી. પરંતું તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી પડી જવા પામ્યું હતું.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગ્રેડર અને ખેડૂત વચ્ચે બબાલ, મારી દીધી ખુરશી, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 05:03 PM (IST)
માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેરસમજને લઈને બબાલ થઈ હતી. પરંતું તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી પડી જવા પામ્યું હતું.
તસવીરઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બબાલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -