ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને સરકારમાં 50-50ની ફોર્મ્યૂલાની માંગ કરી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે શિવસેના સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને ભાજપે 105 બેઠકો પર જીત મેળવી છે.
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે.