જમીન પર દોરેલી વિભાજનની રેખાઓએ ભાઈથી ભાઈ સુધીનું અંતર એટલું વધારી દીધું કે તેઓ આખરે 74 વર્ષ બાદ મળ્યાં.આ વિભાજન બાદ ઘણા લોકો ઈચ્છા છતાં પણ પોતાના પ્રિયજનોને મળી શકતા નથી, આર્થિક સ્થિતિના કારણે સ્વજનોને મળવું શક્ય નથી થતું. આવી જ એક કહાણી છે. સીદીક અને હબીબની..

ન્યૂઝ ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી સિદ્દીક તેના મોટા ભાઈ હબીબને 74 વર્ષ બાદ મળ્યો, જેઓ ભારતની સરહદે પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબને જોડતા કરતારપુર કોરિડોર દ્વારા ભારતમાં પંજાબના ફૂલનવાલ વિસ્તારમાંથી કરતારપુર પહોંચ્યા હતા.
જ્યારે તેનો પરિવાર તેનાથી જુદો થયો તે વિભાજન સમયે સિદ્દીક બાળક હતો. મોટો ભાઈ હબીબ ભાગલા સમયે ભારતમાં જ રહ્યો હતો. જ્યારે બંને ભાઈઓ ફરી મળ્યા ત્યારે બંને ભાઈઓ પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શક્યા અને એકબીજાને ભેટીને સંસ્મરણો વાગોળતા જોવા મળ્યા હતા અહીં હાજર લોકોના આંખમાં પણ ખુશીના આંસુ છલકાઇ આવ્યા હતા.
ભાઇના મિલનથી ખુશ હબીબે કરતારપુરની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે કોરિડોરે તેમને તેમના ભાઈ સાથે ફરી મળવામાં મદદ કરી. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, તેણે તેના નાના ભાઈને કહ્યું કે તેઓ કોરિડોર દ્વારા મળવાનું ચાલુ રાખશે.બંને ને ભાઈઓએ કરતારપુર કોરિડોર માટે બંને દેશોની સરકારોનો આભાર માન્યો. જે ભારતથી પાકિસ્તાન કરતારપુર સુધી વિઝા-મુક્ત મુસાફરીની સુવિધા આપે છે.
ઉલ્લેખનિય છે કે, ભારત સરકારે 4.7 કિલોમીટર લાંબા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો, જે કોવિડ-19 રોગચાળાને પગલે બંધ કરવામાં આવ્યો હતો