નવસારીઃ જિલ્લામાં ફરી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ખેરગામ તાલુકાના બહેજ ગામે રહેતા 22 વર્ષિય યુવકે પોતાના સગા કાકાની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. 12 વર્ષની બાળા સાથે ત્રણ માસથી અવાર નવાર શારીરિક સંબંધ બાંધતા બાળા ગર્ભવતી બની છે. ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં માસૂમ દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ વધી છે.
આ બનાવ અંગેની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણેક મહિના અગાઉ તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવની જાણ સગીરાની માતાને થઈ હતી.
માતાએ પૂછપરછ કરતાં સગા કાકાના દીકરા સાથેના સંબંધથી ગર્ભવતી થઈ ગઈ હોવાનું જણાવાતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી બનાવની જાણ માતાએ પોતાના પરિવારમાં કરી હતી અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે માતાની ફરિયાદ નોંધી આરોપી સામે 376 તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
નવસારીઃ પરિવારમાં નજીકના ક્યા સગાએ 12 વર્ષની છોકરી સાથે વારંવાર શારીરિક સંબધ બાંધ્યા ? છોકરી થઈ ગઈ પ્રેગનન્ટ ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Nov 2020 11:11 AM (IST)
યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણેક મહિના અગાઉ તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવની જાણ સગીરાની માતાને થઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -