સુરતમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કારની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસીમાં 14 વર્ષની કિશોરી પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. પાડોશમાં રહેતા બે યુવકો પર બળાત્કાર કર્યાનો આરોપ લાગ્યો છે. કિશોરી ગર્ભવતી હોવાનું બહાર આવતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે.


Surat: સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ....


Surat News: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા


15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું


સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી


લીંબડી-રાજકોટ હાઇવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત




સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે