Surat: સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ....
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.
15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી. રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.