ભરુચઃ નેત્રંગના ધાણીખૂંટ ગામ નજીક બેકાબુ ટ્રકે 3 બાઇકને ટક્કટર મારતા 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં ચાર-ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને પોલીસે ક્લિયર કરાવ્યો હતો.



મળતી વિગતો પ્રમાણે નેત્રંગના ધાણીખૂંટ ગામ નજીક બેકાબુ ટ્રકે 3 બાઇકને અડફેટે લીધી હતી. જેમાં આ ચારેય લોકોના મોત થયા છે. સ્ટાઇલ્સ ભરેલી ટ્રક અકસ્માતમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રસ્તા પર પલટી મારી ગયેલી ટ્રકને ક્રેનની મદદથી રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી.