પોલીસ પાસેથી આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સચિનમાં આવેલા જયરાજનગરમાં રહેતી સવિતા નંદુ પાસવાન (ઉં.વ. 18) ધોરણ 12 પાસ કર્યા પછી સચિન આઈઆઈટીમાં ભણતી હતી. મૂળ ઉત્તરપ્રદેશના વતની નંદુ પાસવાનની સૌથી મોટી પુત્રી સવિતાએ રવિવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં સવિતાvs ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈને તેનો પાંચ વર્ષીય ભાઈ ઘર નજીક ઇંડાની લારી ચલાવતી માતા પાસે દોડી ગયો હતો, અને તેને ઘરે લઈ આવ્યો હતો. સવિતાની માતાએ જાણ કરતાં ગેરેજ ચલાવતા સવિતાના પિતા પણ ઘરે દોડી આવ્યા હતા. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેનારી સવિતાને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સારવાર મળે તે પહેલાં જ સવિતાનું મોત થઈ ગયું હતું.
સચિન પોલીસ મથકના હે. કો. ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, ધોરણ-12 બાદ સવિતા સચિન સ્થિત આઈટીઆઈમાં અભ્યાસ કરી રહી હતી. હજી સવિતાના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સવિતાએ પાંચેક દિવસ પહેલાં જ ઘર નજીક રહેતા પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. આ મોબાઈલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે.
કપાસિયા તેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો ભાવ કેટલાએ પહોંચ્યો
ગુજરાત પ્રવાસે આવેલા જે પી નડ્ડાએ ભાજપના નેતાઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું