સુરત:  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં  સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.  માંગરોળ તાલુકાના એક ગામની GIDCમાં એક 10 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકના એક ગામમાં  મિલ સામે ખુલ્લા ખેતરમાં પડાવ નાખી રહેતા પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 


સગીરા હાલ પાંચ દિવસ પહેલાજ વતનથી પોતાના મોટા પિતાના ત્યાં રહેવા માટે આવી હતી.  રાત્રીના સમયે અજાણ્યા ઇસમે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.  દુષ્કર્મ આચરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સગીરાને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 


આ દુષ્કર્મની ઘટનાને લઈને શંકાસ્પદ આરોપીના સીસીટીવી સામે આવ્યા છે.  આ દુષ્કર્મની ઘટનામાં આરોપી  ત્યાં સામે આવેલી મિલમાં ટેમ્પો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.  જોકે ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મોબાઈલ પણ સતત  બંધ આવી રહ્યો છે.  શંકાસ્પદ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.  


કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર, ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ ભડકી હતી હિંસા


ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે.  ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.  કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર કર્યા છે.  રામ નવમીના દિવસે ઉનામાં ધર્મસભાને કાજલ હિંદુસ્તાનીને સંબોધી ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી ઉઠી હતી. 1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણને કારણે સર્જાયેલી તંગદિલી વચ્ચે ઉના શહેરના એક સંવેદનશીલ વિસ્તારમાં શનિવારે રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.  કહેવામાં આવી રહ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ  ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી હતી.


કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહીના છે અને હાલમાં ગુજરાતના જામનગર અને અમદાવાદમાં રહે છે. કાજલ હિન્દુસ્તાની ખુલ્લેઆમ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરે છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. તે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. રામનવમીના દિવસે પણ તેઓ એક હિન્દુ સંમેલનમાં પહોંચ્યા હતા અને ભાષણ આપ્યું હતું.