સુરતઃ સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકની શરમજનક કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકે રિસેસ ટાઇમમાં ક્લાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઇટ સ્કૂલના નિલેશ ભાલાણી નામના શિક્ષકે રીસેસ ટાઈમમાં કલાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. લેપટોપમાં પરિવારે આ વીડિયો જોતા ચોકી ઊઠ્યાં હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.


સનલાઈટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેંટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈ ઈંચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલા કરી રહ્યો હતો. જો કે લંપટ શિક્ષક નિલેશ ભાલાણીએ આરોપોને ફગાવ્યા હતા. વિદ્યાર્થિની પરિચિત હોવાનું શિક્ષકે દાવો કર્યો હતો. હાલ તો સમગ્ર ઘટના મામલે DEOને ફરિયાદ કરાઈ છે.


કચ્છમાં ફરી ધરા ધ્રુજી, મધ્યા રાત્રિએ ભૂકંપનો આંચકો આવતા ફફડાટ


કચ્છ: કચ્છમાં ફરી ઘરતી ધ્રુજી છે. પૂર્વ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ રાપરથી એક કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકો મોડી રાત્રે 12:49 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2ની હોવાની વાત સામે આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની સમાચાર નથી.


કચ્છમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી


આગામી સમયમાં ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ જઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેજં એલર્ટ જાહેર કર્યું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું.


 


CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........


IPL 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ