સુરત: ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પિતા સાથે કોલેજ જતી વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. માંગરોળ નાપીપોદરા નજીક નેશનલ હાઇવે ૪૮ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પિતા અને પુત્રી જ્યારે મોપેડ પર જતા હતા ત્યારે પાછળથી અન્ય વાહને ટક્કરે મારતા મોપેડ ટ્રક સાથે અથડાયું હતું.




ટ્રક સાથે અથડાતા યુવતી મોપેડ પરથી રોડ પર પટકાઈ હતી. જે બાદ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થિના પિતા મોપેડ હંકારી કોલેજ મુકવા જતા હતા. પુત્રીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ ટીશા જીગ્નેશ પટેલ છે અને તે પીપોદરા ગામની રહેવાસી હતી. કુડસદ ખાતે કોલેજમાં અભ્યાસ અર્થે જતી હતી તે દરમિયામ અકસ્માત નડ્યો હતો.


સુરતમાં એક ચોંકાવનારી આપઘાતની ઘટના ઘટી છે, સગાઇ તુટી જવાથી નિરાશ થયેલી યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધી છે. ખરેખરમાં, વરાછાની યુવતીની સગાઇ અમેરિકામાં રહેતા એક યુવક સાથે થઇ હતી, જોકે, કોઇ કારણોસર તેની આ સગાઇ તુટી ગઇ, જેના કારણે યુવતી નિરાશ રહેતી હતી, સતત તણાવમાં રહેતી યુવતીએ છેવટે આપઘાતનું પગલુ ભર્યુ હતુ. યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલમાં આ ઘટના અંગે વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય


સુરતમાં પાંચ વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું આચરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટના ત્રણ દિવસ અગાઉ બની હતી. મળતી માહિતી અનુસાર, પાંચ વર્ષીય બાળક સાંજના સમયે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે આરોપી સાગર પરશુરામ બહેરા ત્યાં આવ્યો હતો તેણે માસૂમને સમોસા ખવડાવવાના બહાને ઘરેથી થોડે દૂર લઈ ગયો હતો. જ્યાં પિયુષ પોઇન્ટ પાસે ખુલ્લા પ્લોટમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે બાળકે તેનો પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને માર મારી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.


આરોપી મૂળ ઓડિશાનો


ત્યારબાદ હેવાન માસૂમને ઘર પાસે મૂકી ફરાર થઈ ગયો. માસૂમે ઘરે ગુપ્ત ભાગે દુઃખાવાની ફરિયાદ કરતા હેવાનના કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે માતા-પિતાની ફરિયાદના આધારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઓડિશાનો અને હાલ સુરતના ઉધનામાં રહી છૂટક મજૂરી કામ કરતો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીને મિત્રને મળવા પાંડેસરામાં આવ્યો હતો ત્યારે બાળકી સમજી તેના પર નજર બગાડી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી.