Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. સુરતના કામરેજના ધોરણ પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ - અમદાવાદ હાઇવે ઉપર ઉભેલી ટેન્કર પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત
આ સિવાય બીજો અકસ્માત સુરતના વરાછા ખાતે થયો હતો. કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. મોટા વરાછા બાજુ જતા થ્રી વ્હીલ ટેમ્પોને ફોર વ્હીલ ટેમ્પોએ ટક્કર મારી હતી. અકસ્માત લઇને બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત લઇને ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકને ઇજા પહોચી હતી અને ટેમ્પોમાં રહેલો તમામ સામાન રસ્તા પર વેર વિખેર થઈ ગયો હતો.
જેતપુરમાં અકસ્માતની બે ઘટના
જેતપુર મંડલીક પુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જામજોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલી કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુર ભાદરના જુના પુલ ઉપર અકસ્માત સર્જાયો હતો. અહીં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલક જેતપુરથી રાજકોટ તરફ જતો હતો ત્યારે જેતપુર ભાદરના જુના પુલ ઉપર બાઈક ચાલક હીરુ રાકેશભાઈ ચૌહાણ નામના યુવક ટક્કર મારતાં ઈજાગ્રસ્ત થયો હતો. 108 ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી.
શું કહે છે એનસીઆરબીના ડેટા
એનસીઆરબીના તાજેતરના અહેવાલમાં દેશભરમાં 63 ટકા માર્ગ અકસ્માત ઝડપથી વાહન હંકારવાને કારણે થયા હોવાનું જણાવાયું છે. આ જોખમી આદતને મુખ્યત્વે જવાબદાર ગણાવી છે. નિષ્ણાંતોએ ઝડપથી વાહન હંકારવાની સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે હાઈવે પર દેખરેખના અભાવને કારણે ડ્રાઈવરો નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રેરાય છે. અકસ્માતનું પ્રમાણ ઘટાડાવા હાઈવે પોલીસે સ્પીડ ગન, બ્રેથેલાઈઝર્સ અને ટિન્ટ મીટર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ શરૂ કર્યો છે. અનેક શહેરોમાં શરૂ કરાયેલી આ પહેલમાં પીડિત પરિવારને કાનૂની સહાય અને વીમા સંબંધિત મદદની ઓફર પણ કરાઈ રહી છે.
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા યુવક-યુવતિ, લગ્નની ના પાડતાં......