કેશોદની શાળામાં વિદ્યાર્થિનીઓના કોરોનાના સંક્રમણ ફેલાતા સુરત મહાનગરપાલિકાએ એ પણ સુરતની અલગ અલગ સ્કૂલોમાં કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાએ સુરતની 97 સ્કૂલમાં કોરોનાના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થી અને બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.


97 સ્કૂલોમાં સુરત મહાનગર પાલિકાએ ધનવંતરી રથ મોકલીને 2320 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રાંદેર ઝોનની લોક માન્ય સ્કૂલના બિ શિક્ષકો, વરાછા-એ ઝોનના સિતાનગર ચોકમાં આવેલી શ્રી નચીકેતા સ્કૂલનો એક વિદ્યાર્થી, કતારગામ ઝોનમાં આવેલ અલ્કાપુરી વિસ્તારના સુમન સ્કૂલ નંબર-3 અને સિંગણપોરની પ્રજ્ઞા સ્કૂલનો એક એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.

તમામના સંપર્કમાં આવેલ લોકોને કોરેન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો આગામી દિવસોમાં સ્કૂલ-કોલેજોમાં કોરોના ટેસ્ટ યથાવત રાખવાનો સુરત મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે.