Crime News:સુરતમાં હની ટ્રેપમાં ફસાયેલા વેપારી પાસેથી યુવતીએ 30 લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સંપર્કમાં આવેલી યુવતીએ વેપારીને એક મકાનમાં બોલાવ્યો અને બાદ નકલી પોલીસ બની આવેલા ચાર થી પાંચ જેટલા શખ્સોએ યુવતી સાથે ખોટું કામ કર્યું હોવાનો આરોપ લગાવીને 30 લાખનો તોડ કર્યો હતો. યુવતીએ વેપારીને મકાનમાં બોલાવી બાદ અંદરથી દરવાજો બંધ કરતા જ નકલી પોલીસ બની આવેલા ચાર જેટલા સખ્સોએ વેપારીને ડરાવ્યો-ધમકાવ્યો હતો.
નકલી પોલીસ બનીને આવેલા શખ્સે તમે યુવતી સાથે ખોટું કામ કરો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી 30 લાખનો તોડ કરી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં મહેશ વિહાભાઈ રબારી, અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સહિત અન્ય બે ઈસમો નકલી પોલીસ બની આવી ચઢ્યા હતા. જ્યાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતા. આખરે હનીટ્રેપ નો ભોગ બનેલા વેપારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-