વલસાડઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. પેટાચૂંટણીને લઈને ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ એક નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ અને 2 અને 3 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી દારૂ વેચવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. જોકે, આ સંઘપ્રદેશમાં દારૂબંધી નથી. જેને કારણે પેટાચૂંટણી સમયે ગુજરાતની નજીક આવેલા આ સ્થળોએ દારૂબંધી લગાવવામાં આવી છે.
વલસાડ જિલ્લાના કપરાડા બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ દારૂબંધી લગાવી દેવામાં આવી છે. કપરાડાથી દાદરા નગરહવેલી 40 કિ.મી. થાય છે. જ્યારે કપરાડાથી દમણ 54 કિ.મી. થાય છે. આવી જ રીતે અમરેલીની ધારી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. ધારીથી દીવનું અંતર 86 કિ.મી. છે.
ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, દીવ-દમણમાં લદાઈ દારૂબંધી, જાણો શું છે કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2020 12:42 PM (IST)
ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ એક નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ અને 2 અને 3 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી દારૂ વેચવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -