સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં બિઝનેસમેન અને તેનો મિત્ર હનીટ્રેપનો શિકાર બન્યા છે. લેસપટ્ટીનો બિઝનેસ કરતો યુવક તેના મિત્રને યુવતી સાથે મજા કરાવવા તેના ઘરે લઈ ગયો હતો. જોકે, તેઓ ભાવ હજુ નક્કી જ કરી રહ્યા હતા, ત્યાં તેના સાગરીતો આવી પહોંચ્યા હતા અને પોલીસની ઓળખ આપીને 1.58 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પુણા પોલીસે બે નકલી પોલીસને ઝડપી પાડ્યા છે અને યુવતીની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, લેસપટ્ટીના વેપારી પોતાના મિત્રને મજા કરાવવાના ઇરાદા પુણાગામ ખાતેના એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. અહીં અર્ઘનગ્ન અવસ્થામાં રહેતી બે મહિલાઓ સાથે યુવતીએ પરિચય કરાવ્યો હતો. તેમજ શરીરસુખ માણવા માટે એક હજાર રૂપિયા નક્કી કરાયા હતા. આ વાતચીત ચાલતી હતી, ત્યારે જ ચાર શખ્સો ધસી આવ્યા હતા. તેમજ એક પોલીસની ઓળખ આપી બંનેને ધમકાવ્યા હતા.
જોકે, યુવતીએ પોલીસ કેસ નહીં કરવા અને પતાવટ કરવાનું કહેતા પોલીસની ઓળખ આપનાર શખ્સે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 1.58 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. તેમજ મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઈને આ શખ્સને આપ્યા હતા. આ પછી આ શખ્સ ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.
આ અંગે વેપારીએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પુણા પોલીસે હનીટ્રેપનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતઃ બિઝનેસમેન મિત્રને લઈ ગયો યુવતી સાથે મજા કરવા, 1 હજાર રૂપિયા નક્કી કર્યા ને ......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Oct 2020 04:22 PM (IST)
લેસપટ્ટીના વેપારી પોતાના મિત્રને મજા કરાવવાના ઇરાદા પુણાગામ ખાતેના એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. અહીં અર્ઘનગ્ન અવસ્થામાં રહેતી બે મહિલાઓ સાથે યુવતીએ પરિચય કરાવ્યો હતો. તેમજ શરીરસુખ માણવા માટે એક હજાર રૂપિયા નક્કી કરાયા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -