સુરતઃ બારોડલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રજનીકાંત રજવાડીનું નિધન થયું છે. તેમના નિધનથી સરદારનગરી બારડોલીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રજનીકાંત રજવાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના ગ્રામગૃહ નિર્માણ અને પંચાયત મંત્રીના મંત્રી હતા. ટૂંકી માંદગી પછી તેમનું નિધન થયું છે. બપોરે બે વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે, બારડોલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પુર્વ મંત્રી રજનીકાંતભાઈ રજવાડીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...!!